મેક્સિકોમાં હિંસા, 13ના મૃત્યુ

ભાષા

શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (17:15 IST)
મેક્સિકોની હિંસાથી પ્રભાવિત ચિહુઆહૂઆ શહેરમાં જુદી-જુદી ઘટનાઓમાં માદક પદાર્થોને લઈને થયેલ સંઘર્ષ અને હિંસામાં બે મહિલાઓ સહિત 13 લોકો માર્યા ગયા.

સ્થાનિક પોલીસે જણાવ્યુ કે સીમાઈ શહેર સિઉડાડ જુઆરેજમાં બંદૂકધારીઓએ એક સ્ત્રી અને પુરૂષને દીવાલ તરફ ફેરવીને ગોળીઓથી વીંધી નાખ્યા. એક અન્ય ઘટનામાં પોલીસે ઈલ પાસોમાંથી એક યુવતીની લાશ જપ્ત કરી.

ચિહુઆહૂઆમાં એક દુકાનમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી, જ્યારે કે ત્રણ અન્ય પુરૂષોના શરીર પર પ્રતાડિત કરવાના અને ગોળીના નિશાન જોવા મળ્યા છે. તેમની લાશ શહેરના બહારના વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી.

આ એ જ વિસ્તાર છે જ્યા સામાન્ય રીતે શક્તિશાળી જુઆરેજ અને સિનલોઆ માદક પદાર્થોના વેપારીઓની વચ્ચે સત્તાને લઈને સંઘર્ષ થતો રહે છે.

વેબદુનિયા પર વાંચો