મેક્સિકોમાં ફ્લુથી 97 મોત

ભાષા

શનિવાર, 30 મે 2009 (11:11 IST)
મેક્સિકોમાં સ્વાઇન ફ્લુથી મરનારની સંખ્યા વધીને 97 પહોંચી ગઇ છે. અંદાજે 5000 લોકો સ્વાઇન ફ્લુથી અસરગ્રસ્ત હોવાનું કહેવામાં આવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્વાઇન ફ્લુના વાયરસ નબળો પડી રહ્યો છે. દેશમાં સ્વાઇન ફ્લુના 4932 કેસ હોવાનું પુરવાર થઇ ગયું છે. લેટિન અમેરિકી દેશ બોલીવિયામાં પણ એચ 1 એન 1ના વાયરસ દેખાયો છે. અહીંયા પહેલા બે કેસ સ્પષ્ટ થયા હતા.

વેબદુનિયા પર વાંચો