માઈકલ બન્યો મિકાઈલઃ ઈસ્લામ કબુલ્યો

વેબ દુનિયા

શુક્રવાર, 21 નવેમ્બર 2008 (16:23 IST)
માઈકલ બન્યો મિકાઈલઃ ઈસ્લામ કબુલ્યો
લોસ એન્જલિસ

વિશ્વભરને પોતાનાં પોપ અને રેપ ગીતોથી ડોલાવનાર માઈકલ જેક્સને ઈસ્લામ ધર્મને કબુલ્યો છે. તેણે મિકાઈલ નામ ધારણ કર્યું છે.

ભીષણ આર્થિક સંકડામણ અને કોર્ટ કચેરીનાં ચક્કર કાપી રહેલો માઈકલ જેક્સનને બચવાનો કોઈ રસ્તો ન દેખાતાં તેણે ઈસ્લામ ધર્મ કબુલ્યો છે. 50 વર્ષીય માઈકલ જેક્સને તેના ઘરે એક ઈમામને બોલાવીને કુરાનની સાક્ષીએ ઈસ્લામને કબુલી લીધો છે.

આ સાથે માઈકલે પોતાનું નામ બદલીને મિકાઈલ રાખ્યું છે. જેનો અર્થ પણ ઈશ્વરનો ફરીસ્તો થાય છે. માઈકલ જેક્સનનાં અત્યારસુધીમાં 25 થી વધુ પોપ આલ્બમ આવ્યા છે. જે તમામ હીટ પુરવાર થયા છે. આજે વિશ્વભરમાં તે ખ્યાતનામ પોપ સિંગર અને ડાન્સર તરીકે ઓળખાય છે.

તાજેતરમાં બહેરીનનાં રાજાનાં પુત્ર શેખ અબ્દુલ્લા બિન હમાદ અલ ખલીફા તેની ઉપર 7 મિલીયન ડોલરનો દાવો માંડ્યો હતો. તેણે માઈકલ જેક્સન પર ડાન્સ કરવા માટે કોન્ટ્રાક્ટ કર્યા બાદ ડાન્સ કરવા ન આવવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઉપરાંત તેના થોડા વર્ષ પહેલાં છુટાછેટા પણ થઈ ગયાં હતાં. છુટાછેટાનું કારણ માઈકલની બાળકો સાથે સુષ્ટિ વિરૂધ્ધનાં કૃત્યને કારણે તેની પર ચાલી રહેલાં કેસને બતાવવામાં આવ્યા હતાં.

વેબદુનિયા પર વાંચો