ભારત સાથે દોસ્તી કાયમ રહેશે-કરજાઈ

ભાષા

બુધવાર, 6 મે 2009 (17:52 IST)
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વધતાં સંબંધો પર આપત્તિ દર્શાવનાર પાકિસ્તાનનાં વિરોધ ફગાવી દઈને અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરજાઈએ જણાવ્યું હતું કે તેમનો દેશ ભારત સાથે સંબંધ બનાવી રાખશે, કારણ કે તે તેના દેશનાં હિતમાં છે.

અફઘાનિસ્તાનને એક સંપ્રભુ રાષ્ટ્ર ગણાવી તેમણે કહ્યું હતું કે તેમની સરકારને હક્ક છે, ક્યા દેશ સાથે દોસ્તી કરવી તેમના હિતમાં છે. કોઈ તેમની પર આદેશ ન કરી શકે.

અફઘાન રાષ્ટ્રપતિએ બ્રુકીંગ્સ ઈન્સ્ટીટ્યુટમાં કહ્યું હતું કે અમે સોવિયેટ અને બ્રિટીશ લોકોથી લડ્યા છીએ. તે ફક્ત એ કહેવા માટે કે અમે સ્વતંત્ર અને સંપ્રભુ છે. અમે પાકિસ્તાનમાં મારા મિત્રોને કહીશ કે અમે ભારત સાથે અમારા સંબંધો કાયમ રહેશે. કારણ કે તે અમારા હિતમાં છે.

વેબદુનિયા પર વાંચો