ભારત મુંબઇ હુમલો ટાળી શક્યું હોત !

વાર્તા

શનિવાર, 29 ઑગસ્ટ 2009 (10:29 IST)
પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે કહ્યું છે કે, જો ભારતે એમના દેશ સાથે માહિતીનું આદાનપ્રદાન કર્યું હોત તો ગત વર્ષે મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાનો ટાળી શકાયો હોત.

રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે બ્રિટનની રાજધાની લંડન આવેલા મલિકે ગઇકાલે કહ્યું કે જો ભારતે અમારી સાથે સંપર્ક સેતુ રાખ્યો હોત તો આતંકવાદી હુમલો ના થયો હતો.

કથિત રૂપથી હુમલામાં સંડોવણીને લીધે જમાદ ઉદ દાવાના સરગણા હાફિજ મોહમ્મદ સઇદ વિરૂધ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બહાર પાડવા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ભારત તરફથી મોકલવામાં આવેલા તાજા દસ્તાવેજ બતાવે છે કે એના આધારે આ નોટિસ કાઢવામાં આવી છે.

તેમણે કહ્યું કે, અમે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ અને પુરાવાઓની તપાસ કરીશું. તેમણે કહ્યું કે, અમારે જોવાનું એ છે કેસ ભારત તરફથી આપવામાં આવેલા પુરાવા આ પ્રકિયા સંબંધી પુરતા છે કે કેમ.

વેબદુનિયા પર વાંચો