ભારત પ્રવાસને લઈને ઉત્સાહિત છે હિલેરી

અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યુ કે તેઓ ભારતના આગામી પ્રવાસને લઈને ઉત્સાહિત છે. તેઓ આવતા અઠવાડિયે ભારત આવવાની છે.

ક્લિંટને કહ્યુ કે હુ ક્ખૂબ જ ઉત્સાહિત છુ. પોતાના પતિ બિલ ક્લિટનના રાષ્ટ્રપતિકાળ દરમિયાન ભારતના પ્રવાસને યાદ કરતા હિલેરીએ કહ્યુ કે હુ પ્રથમ મહિલાના રૂપમાં ભારતના પ્રવાસે જતી વખતે રોમાંચિત હતી અને જે પ્રક્રિયા ત્યારે શરૂ થઈ તેને કારણે આજે આપણે આ સ્થિતિ સુધી પહોંચ્યા છે.

તેમણે કહ્યુ કે ખૂબ જ વ્યાપક સામરિક ભાગીદારી વિકસિત કરવા માટે ઓબામા પ્રશાસન પ્રધાનમંત્રી મનમોહનસિંહની સરકાર સાથે કામ કરી રહ્યા છે.

આ વાસ્તવમાં પહેલીવાર સામે આવ્યુ કે દુનિયાને સૌથી મોટી અને જૂનુ લોકતંત્રના વચ્ચે ઘણી સમાનતા છે.

વેબદુનિયા પર વાંચો