ભારત-પાકિસ્તાનના હાથ ન મળ્યાં

ભાષા

રવિવાર, 27 સપ્ટેમ્બર 2009 (16:44 IST)
ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાનના વિદેશ સચિવોની યોજાયેલી બેઠકમાં ભારતીય વિદેશ સચિવ નિરુપમા રાવ અને પાકિસ્તાનના વિદેશ સચિવ સલમાન બશીરના હાથ ન મળી શક્યાં.

પત્રકારોએ જ્યારે વારંવાર તેમને હાથ મિલાવવા માટે કહ્યું તો બન્નેએ આધિકારિક હાસ્યં ફરકાવ્યું.

સામાન્ય રીતે વાતચીત પહેલા અને અંતે હાથ મિલાવામાં આવે છે અને ફોટો પણ ખેંચવવામાં આવે છે. બન્ને અધિકારીઓના હાથ ન મિલાવવા પર કેટલીયે અટકળો લગાડવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો