ભારત એક મહાશક્તિ છે : ઓબામા

ભાષા

બુધવાર, 25 નવેમ્બર 2009 (15:35 IST)
અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું છે કે, ભારત એક જવાબદાર દેશ છે અને તેની સાથે મળીને અમેરિકા દુનિયાની ભલાઈ માટે કામ કરશે.

અમેરિકા યાત્રા પર આવેલા ભારતના વડાપ્રધાન મનમોહનસિંહે અમેરિકી વડાપ્રધાન ઓબામા સાથે મુલાકાત કરી. શિખર વાર્તા બાદ બન્ને નેતાઓ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, બન્ને દેશ વિભિન્ન દ્રિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર મળીને કામ કરવા માટે તૈયાર થયાં છે.

પત્રકાર પરિષદમાં પહેલા બોલતા ઓબામાએ કહ્યું કે, અમે એટમી સમજૂતિ ગંભીરતાથી લાગૂ કરીશું. તેમણે કહ્યું કે, 2 સપ્તાહ બાદ જ કોપેનહેગનમાં પર્યાવરણના મુદ્દાઓ પર સમ્મેલન યોજાવાનું છે અને બન્ને દેશ મળીને આ સમ્મેલનમાં વિભિન્ન મુદ્દાઓના પરિણામો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે.

બન્ને દેશ આંતક વિરુદ્ધ સંયુક્ત લડાઈ માટે પણ રાજી થયાં છે. તેમણે કહ્યું કે, ભારત અમેરિકાની અફઘાનિસ્તાન પોલીસનું સમર્થન કરે છે અને અફઘાનિસ્તાનમાં ભારતીય સહયોગ મહત્વપૂર્ણ છે.

વેબદુનિયા પર વાંચો