ભારતીય લેખક અદિગાને બુકર પુરસ્કાર

વાર્તા

બુધવાર, 15 ઑક્ટોબર 2008 (10:32 IST)
સાહિત્ય ક્ષેત્રે આપનારા વિશ્વના પ્રખ્યાત પુરસ્કારોમાંથી એક બુકર પુરસ્કાર આ વર્ષે ભારતીય ઉપન્યાસકાર અરવિંદ અદિગાને તેમનું પહેલું જ પુસ્તક 'ધ વ્હાઈટ ટાઈગર' માટે આપવામાં આવશે.

બુકર પુરસ્કારોની શોર્ટ લિસ્ટમાં છ લેખક હતા, જેમા અદિગા સિવાય મૂળ ભારતીય અમિતાભ ઘોષ, સેબાસ્ટિયન બૈરી, સ્ટીવ ટોલ્ટ્જ, લિંડા ગ્રાંટ અને ફિલિપ હેનશરનો સમાવેશ હતો. આ લેખકોમાં 33 વર્ષીય અદિઆ સૌથી ઓછી ઉમંરના હતા.

તેમણે આયરલેંડના સેબાસ્ટિયન બેરીને પાછળ છોડતા આ પુરસ્કર મેળવ્યો હતો. સૌથી ઓછી વયમાં બુકર પુરસ્કાર જીતનારા તે બીજા લેખક હતા. આ પહેલા વર્ષ 1991માં બેન ઓકરીએ 32 વર્ષની વયે આ પુરસ્કાર મેળવ્યો હતો.

બુકર પુરસ્કારના પાંચ સભ્યોને જજ પેનલના ચેયરમેન માઈક પોર્ટિલોએ 'ધ વ્હાઈટ ટાઈગર'ની પ્રશંસા કરતા કહ્યુ કે આમા મહત્વપૂર્ણ સામાજિક અને રાજનીતિક મુદ્દાઓથી છુટકારો મેળવવા અંગે બતાવવામાં આવ્યુ છે. પોર્ટિલોએ લંડનમાં બુકર પુરસ્કારના વિજેતાની જાહેરાત કરતા પત્રકારોને જણાવ્હ્યુ એક આ એક સંપૂર્ણ ઉપન્યાસ હતો.

અદિગાના આ પુસ્તકમાં એક એવા વ્યક્તિની વાત છે જે ટોચ પર પહોંચવા માટે કોઈ પણ રસ્તો અપનાવવો એને ખોટું નથી સમજતો. આ પુસ્તકની વાર્તા તેના મુખ્ય પાત્ર બલરામ રસોઈયાની આસપાસ ફરે છે જે પોતાના ગામની ગરીબીથી છુટકારો મેળવવાના સપના જુએ છે અને આ સપનુ તેને દિલ્લી અને બેગલુરની યાત્રા કરાવી દે છે, જ્યાં તે ઊંચાઈ પર જવા માટે કંઈ પણ કરવા તૈયાર છે.

બુકર પુરસ્કાર વિજેતાની જાહેરાત થતા પહેલા અદિગાએ જણાવ્યુ કે 'ધ વ્હાઈટ ટાઈગર' લખવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય ગરીબોનુ ચિત્રણ કરવાનો હતો.

વેબદુનિયા પર વાંચો