ભારતીય મૂળના વૈજ્ઞાનિકને નોબલ પુરસ્કાર

ભાષા

બુધવાર, 7 ઑક્ટોબર 2009 (19:13 IST)
ભારતીય મૂળના અમેરિકી વૈજ્ઞાનિક વેંકેટરમણ રામાકૃષ્ણન કેમેસ્ટ્રીમાં નોબલ પુરસ્કાર માટે પસંદગી પામ્યાં છે. વેંકેટરમણ રામાકૃષ્ણનને આ એવોર્ડ અન્ય બે વૈજ્ઞાનિકો અમેરિકાના થોમસ સ્ટેઇટ્ઝ અને ઇઝરાયલની અદા યોનાથ સાથે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવશે.

આ વૈજ્ઞાનિકોને રાઇબોસોમની સંરચના અને કાર્યપ્રણાલી પર અધ્યયન માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજમાં આવ્યા છે.

રામકૃષ્ણનનો જન્મ તામિલનાડુના ચિદમ્બરમ જિલ્લામાં 1952માં થયો હતો. 1976માં તેમણે એમરિકાની યુનિવર્સિટીમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. હાલ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીના મોલિક્યુલર બાયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે.

નોંધનીય છે કે આ પહેલા સી વી રામન, ચંદ્રશેખર અને હરગોવિંદ ખુરાનાને પણ સાયન્સ ક્ષેત્રમાં નોબલ એવોર્ડ મળી ચૂક્યો છે.

વેબદુનિયા પર વાંચો