બ્રિટનમાં ભારતીય ફિલ્મોની પાઈરેટેડ ડીવીડી જપ્ત

બ્રિટિશ અધિકારીઓએ બોલીવુડની તાજી ફિલ્મોની 3000 નકલી ડીવીડી જપ્ત કરી છે. આની અંદર તે ફિલ્મોની ડિવીડીઓનો પણ સમાવેશ થાય છે જેને હજી સુધી રીલીઝ પણ નથી કરાઈ.

બ્રિટનમાં ભારતીય ફિલ્મોની વધતી લોકપ્રિયતાને લીધે સાઉથહાલ બર્મિઘમ હૈરો લીસેસ્ટર જેવા એશિયાઈ બહુલ વિસ્તારોની અંદર નકલી ડીવીડીઓનું બજાર ધમધમી રહ્યું છે.

કારોબારને યોગ્ય રીતે ચલાવવા માટે જવાબદાર એજંસી ટ્રેડિંગ સ્ટૈંડર્ડસના અધિકારીઓએ લીસેસ્ટરમાં આવેલ એક દુકાન પર દરોડો પાડીને અહીંયાથી ભારતીય ફિલ્મોની એવી ડીવીડીઓ જપ્ત કરી હતી જેને હજી સુધી રીલીઝ પણ નથી કરાઈ.

વેબદુનિયા પર વાંચો