બુકર વિજેતા ઉપન્યાસકાર મિડલટનનું નિધન

ભાષા

રવિવાર, 2 ઑગસ્ટ 2009 (16:11 IST)
બુકર પુરસ્કારથી સમ્માનિત પ્રખ્યાત ઉપન્યાસકાર સ્ટૈનલી મિડલટનનું 89 વર્ષની ઉમરમાં નિધન થયું છે. તેમણે નૉટિંઘમમાં ગત 25 જુલાઈના રોજ અંતિમ શ્વાસ લીધા.

મિડલટનના 44 ઉપન્યાસોમાંથી લગભગ તમામ નાટિંઘમ પર જ આધારિત હતાં. તે નાટિઘમમાં જ જન્મયા અને તેમણે વિશ્વવિદ્યાલયની ડિગ્રી પણ આ શહેરમાં પ્રાપ્ત કરી હતી.

તેમણે એક ઉપન્યાસમાં સૈન્યકર્મીના રૂપમાં ભારતમાં થયેલા પોતાના અનુભવોનો ઉલ્લેખ કર્યો. તેમની તાજેતરના પુરસ્તક 'હર થ્રી વાઈજ મેન' ગત વર્ષે પ્રકાશિત થઈ હતી.

મિડલટનને વર્ષ 1974 માં 'હોલીડે' માટે 'ધિ કંજરવેશનિસ્ટ' ના લેખક નાદીન ગોર્ડીમર સાથે બુકર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો