વોશિંગટન. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર બરાક ઓબામાએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે સેનેટ સહયોગી જોસેફ બિડેનની પસંદગી કરી છે. સી.એન.એન ટેલીવિઝને ડેમોક્રેટ સુત્રો દ્વારા આજે પોતાના રીપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. જોકે ચેનલે આ બાબતે વધુ કંઇ ચોખવટ કર નથી.
આ અગાઉ એ.બી.સી ન્યૂઝે સમાચાર આપ્યા હતા કે, જાસુસી સેવાના એજન્ટોને બિડેન અંગે વિસ્તૃત જાણકારી આપી દેવામા આવી છે. જેથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમને ઉમેદવાર તરીકેની સંભાવના જોતાં તેમની સુરક્ષા સુનિશ્વિત કરી શકાય.
સુત્રોના જણાવ્યાનુસાર આ પદ માટે બે અન્ય દાવેદાર પણ છે. જેમાં ભારતના સેનેટર ઇવાન બયાહ અને વર્જીનિયાના ગર્વનર ટીમ કૈનનો પણ સમાવેશ થતો હતો. પરંતુ 65 વર્ષિય બિડેનની આ મહત્વપૂર્ણ પદ માટે પસંદગી કરવામાં આવી છે.