પ્રભાકરણ મર્યો નથી - લિટ્ટે

ભાષા

શનિવાર, 23 મે 2009 (11:41 IST)
P.R
શ્રીલંકન દળો સાથેના સંઘર્ષમાં વેલુપિલ્લે પ્રભાકરણના માર્યા જવાના અહેવાલને અફવા તેમજ પોતાના મનની ઉપજ ગણાવતા લિટ્ટે આજે કહ્યું છે કે, લિટ્ટે પ્રમુખ જીવિત છે.

શ્રીલંકા સેના દ્વારા એક લાશને પ્રભાકરણની લાશ બતાવવામાં આવી રહી છે. આ અહેવાલને ખોટો ગણાવતાં લિટ્ટેએ પોતાના પ્રમુખ જીવિત હોવાનો દાવો કર્યો છે. લિટ્ટેની ગુપ્ત એજન્સીના આંતર રાષ્ટ્રીય સચિવાલયના પ્રમુખ અરિવાજખનના આધારે લિટ્ટે સમર્થક વેબસાઇટે કહ્યું છે કે, એમના નેતા હજું જીવિત છે. તેમણે કહ્યું કે, આ અફવા એટલા માટે ફેલાવવામાં આવે છે કે દુનિયાભરમાં રહેનારા તામિલ સમુદાય ભ્રમિત થાય અને ભયભીત થાય.

વેબદુનિયા પર વાંચો