પ્રણવની રાઇસ સાથે દ્વિપક્ષીય ચર્ચા

વાર્તા

શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2007 (14:28 IST)
સંયુક્ત રાષ્‍ટ્ર (વાર્તા) ભારતનાં વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ અમેરીકાનાં વિદેશ મંત્રી કોંડોલિઝા રાઇસ સાથે બંને દેશો વિશે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.

સંયુક્ત રાષ્‍ટ્રમાં ભારતનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર બંને મંત્રીઓ વચ્ચે ગુરૂવારે યોજાયેલી બેઠકમાં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોનાં વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરતા અનેક મુદ્દાઓ પર પોતાનાં વિચાર વ્યક્ત કર્યા હતાં.

બેઠકમાં દક્ષિણ આફ્રિકામાં આગામી મહીનાથી આયોજીત ભારત, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, આઇબીએસએની બીજી બેઠકની તૈયારીઓનાં સંબંધમાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પહેલા મુખર્જીએ બ્રાઝીલનાં વિદેશ મંત્રી, ઇઝરાયલનાં ઉપ વડાપ્રધાન અને વિદેશમંત્રી, અલ્બાનિયા, નેપાળ અને અન્ય દેશોનાં નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

વિદેશ મંત્રી ગુરૂવારની સાંજે ઉર્જા સુરક્ષા અને જલવાયુ પરિવર્તન પર આયોજીત એક બેઠકમાં ભારતનાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે વોશિંગટન રવાના થયા હતાં.

વેબદુનિયા પર વાંચો