પ્રંચડા નેપાળનાં પ્રધાનમંત્રી બન્યા

ભાષા

શનિવાર, 16 ઑગસ્ટ 2008 (12:31 IST)
નેપાળનાં માઓવાદી નેતાં પ્રચંડાએ રાજાશાહીને ખત્મ કરીને દેશનાં પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. તેમણે ચુંટણીમાં નેપાળી કોંગ્રેસનાં ઉમેદવાર શેર બહાદુર દેઉબાને જબરજસ્ત હાર આપી હતી.

રાજાશાહી ખિલાફ છેલ્લા એક દશકથી સશસ્ત્ર સંઘર્ષ ચલાવનાર સીપીએન માઓવાદી નેતા પુષ્પકમલ ઉર્ફે પ્રચંડાને 601 સભ્યોની સંસદમાંથી કુલ 577 મતો પૈકી 464 મતો મળ્યા હતાં. પ્રચંડાને સીપીએન યુએમએલ અને મધેસી રાઈટ્સ પીપલ્સ ફોરમનું પણ સમર્થન પણ પ્રાપ્ત થયેલું છે.


નેપાળી કોંગ્રેસનાં ઉમેદવાર અને પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સામાન્ય બહુમતી મળવામાં પણ નિષ્ફળ રહ્યા હતાં. તેમને 113 મત મળ્યા હતાં. આ સાથે નેપાળમાં નવી સરકાર રચવા માટે છેલ્લાં ચાર મહિનાથી ચાલતો રાજકીય ગતિરોધ સમાપ્ત થઈ ગયો છે. તો પૂર્વ પ્રધાનમંત્રી ગીરીજાપ્રસાદ કોઈરોલા પહેલાં જ પ્રચંડાનાં દબાણ સામે રાજીનામુ આપી ચુક્યાં છે.

આ ચુંટણીનો રાષ્ટ્રીય જનશક્તિ પાર્ટી, રાષ્ટ્રીય જનમોર્ચા અને નેપાળી વર્કર્સ એન્ડ પીજેન્ટસ પાર્ટીએ બહિષ્કાર કર્યો હતો. તેથી ત્રણ પાર્ટીઓ સીપીએન માઓવાદી,સીપીએન યુએમએલ અને મધેસી પીપલ્સ રાઈટ્સ ફોરમે ભેગા થઈને પ્રચંડાને વડાપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મનમોહન અધિકારી 1995માં નેપાળનાં સર્વપ્રથમ સામ્યવાદી વડાપ્રધાન બન્યા હતાં. જેમની સરકાર નવ મહિના ચાલી હતી.

વેબદુનિયા પર વાંચો