પોવેલનું ઓબામાને ખુલ્લુ સમર્થન

વાર્તા

બુધવાર, 22 ઑક્ટોબર 2008 (15:40 IST)
અમેરિકામાં રીપબ્લીકન પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને બુશ પ્રશાસનમાં વિદેશ મંત્રી રહેલાં કોલીન પોવેલે રાષ્ટ્રપતિનાં દાવેદાર ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામાનું ખુલ્લું સમર્થન કર્યું છે.

પોવેલે પાર્ટી લાઈનથી હટીને ઓબામાને ભવિષ્યનાં ઉત્કૃષ્ઠ રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતાં. પોવેલ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હાલનાં સમયમાં પરિવર્તનકારી વ્યક્તિત્ત્વની જરૂર છે. ઓબામા યુવાન છે. જે નવી પેઢી સાથે તાલમેલ રાખીને દેશને આગળ લઈ જશે.

ઓબામાને ટેકો આપવાનાં મુદ્દે પોવેલનાં અગાઉનાં નિવેદને રીપબ્લીકન પાર્ટીને દ્વીઘામાં મુકી દીધા હતાં.

વેબદુનિયા પર વાંચો