પીએમે મોદી મથુરામાં રેલી સંબોધશે

સોમવાર, 25 મે 2015 (12:27 IST)
મોદી સરકારનું  એક વર્ષ પુરૂ થયાની ખુશીમાં આજે મથુરામાં વડાપ્રધાન મોદી એક રેલીનું સંબોધન કરશે. આ રેલીના પ્રારંભ પછી ભાજપ દેશભરમાં 200 રેલીનું આયોજન કરશે. મથુરાના દીન દયાલ ધામ ગ્રાઉનડમાં લગભગ 1 લાખ લોકો ભેગા થવાની શકયતા છે . ભાજપના યૂપીના સૂત્રો કહે છે કે આ રેલીનું પ્રસારણ 130 દેશોમાં કરવામાં આવશે. જેથી અનેક લોકોને પીએમ મોદીના પ્રવચનોના લાભ મળી શકે. પીએમ મોદી 4 વાગ્યાની આસપાસ રેલીને સંબોધશે. 
 
આ રેલીના કારણે સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ રેલી પંડિત દીન દયાલ ઉપાધ્યાયયના જન્મ સ્થળ મથુરાના નગલા ચંદ્રભાવમાં સાંજે 4 વાગ્યે યોજાશે. જેમાં મોદી લોકોનું સંબોધન કરશે. આ સાથે વન રેંક , વન પેંશાન  યોજના પણ આજે જાહેર કરવામાં આવી શકે છે. આ રેલીમાં અમિત શાહની સાથે કેન્દ્ર સરકારના ઘણા પ્રધાનો અને પાર્ટીના નેતાઓ સામેલ થશે. દેશભરમાં 31 મે સુધી જુદા-જુદા કાર્યક્રમો ચલાવવામાં આવશે. એક વર્ષ પોરૂ થતાના અવસરે કેન્દ્રીય પ્રધાનો પાર્ટીના સા5સદો અને પાર્ટીના મુખ્યપ્રધાનો દેશભરમાં 2300 જેટલી મોટી રેલી અને પાંચ હજાર જાહેર સભાનું આયોજન કરશે. 

વેબદુનિયા પર વાંચો