પાક.માં મસૂદ અઝહર નજરબંદ

ભાષા

મંગળવાર, 9 ડિસેમ્બર 2008 (13:52 IST)
પાકિસ્તાની સરકારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનાં સંસ્થાપક અને ભારતનાં મોસ્ટ વોન્ટેડ આરોપીઓ પૈકીનાં એક એવા મૌલાના મસૂદ અહેમદને બહાવલપુર તેના ઘરમાં નજરબંધ કરી દીધો છે.

એક અખબારમાં પ્રસિધ્ધ સમાચાર મુજબ અઝહર સહિત અન્ય આતંકવાદીઓને ભારત સોંપવાની માંગને કારણે અઝહરની ગતિવિધિ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

1989માં બંને દેશો વચ્ચે થયેલી સમજૂતિ મુજબ અઝહરની ધરપકડ અને પ્રત્યાર્પણની ભારતે માંગ કરી છે. ભારતે 2001માં સંસદ પર હુમલાનાં કેસમાં તેનાં પ્રત્યર્પણની માંગ કરી છે.

આ પહેલાં પણ પાકિસ્તાને અઝહરને નજરબંદ કર્યો હતો. ભારત સરકારે 1999માં ઈન્ડીયન એરલાઈન્સનાં અપહરણ કરાયેલા વિમાનને છોડાવવાનાં બદલામાં અઝહરને છોડ્યો હતો. તે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં સંડોવાયેલા હતો, તેથી તે ભારતીય જેલમાં બંધ હતો. જો કે પાકિસ્તાને સરકારે તેની પૃષ્ઠિ કરી નથી.

વેબદુનિયા પર વાંચો