"પાક.ને ભારતથી ખતરો નથી"- ઓબામા

ભાષા

ગુરુવાર, 30 એપ્રિલ 2009 (17:08 IST)
અમેરિકાનાં પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ભારત તરફથી નહીં પણ તાલિબાન જેવા આંતકવાદી સમૂહો કે જે તેના દેશમાં છે, તેનાથી ખતરો છે.

પોતાની સરકારનાં 100 દિવસ પુરાં થયા તે નિમિત્તે તેમણે આપેલા વક્તવ્યમાં પોતાની વિદેશ નીતિનાં બદલાવ અંગે પણ માહિતી આપી હતી. જેમાં તેણે જણાવ્યુ હતું કે પાકિસ્તાનનાં પરમાણુ હથિયારો સુરક્ષિત છે. આ પરમાણુ હથિયારોને ભારતથી નહીં પણ આતંકવાદીઓથી ખતરો છે. તેમજ પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોની રક્ષા કરવાની મહત્ત્વની જવાબદારી નીભાવવાની છે.

ઓબામાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર ખૂબ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે સમયે સામાન્ય જનતામાં રાજકારણી અને લોકશાહી સરકારે વિશ્વાસ ટકી રહે તે માટે કામકાજ કરવું પડશે.

વેબદુનિયા પર વાંચો