પાક. થી નાખુશી જાહેર કરી શકે છે વડાપ્રધાન

ભાષા

મંગળવાર, 27 એપ્રિલ 2010 (17:38 IST)
ND
N.D
વડાપ્રધાન મનમોહનના દક્ષેસ સમ્મેલન અંતર્ગત પોતાના પાકિસ્તાની સમકક્ષ યૂસુફ રજા ગિલાનીથી મુલાકાત થઈ શકે છે. આ દરમિયાન વડાપ્રધાન મનમોહન દ્વારા મુંબઈ હુમલાના જવાબદાર આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી અને પાકિસ્તાની ધરતીથી સંચાલિત આતંકી સંગઠનોને નષ્ટ કરવામાં પાકિસ્તાનની નિષ્ક્રિયતા પર નાખુશી જાહેર કરવામાં આવવાની સંભાવના છે.

બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે, પરંતુ આ મનમોહનના આગમન પર નિર્ભર છે. 16 માં દક્ષેસ સમ્મેલનનું બુધવારે બપોરે 02:30 વાગ્યે ઉદ્ધાટન થશે.

સંભાવના છે કે, મનમોહન આ મુલાકાતનો ઉપયોગ ગિલાનીથી સીધી વાત કરવામાં કરે. આ વાતની પણ સંભાવના છે કે, મનમોહન ગિલાનીથી 26/11 ના હુમલાની તપાસમાં પ્રગતિ વિષે માહિતી પણ માંગે.

પાકિસ્તાન સતત કહેતું આવ્યું છે કે, ભારતે 25 ફેબ્રુઆરીના રોજ બન્ને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં તેણે જે ડોજિયર સોપ્યાં તેમાં કંઈ પણ નવું નથી. પાકિસ્તાનના એ વક્તવ્ય પર ભારતે નાખુશી વ્યક્ત કરી છે.

વેબદુનિયા પર વાંચો