પાક ડ્રોન હુમલામાં આઠ મર્યા

ભાષા

મંગળવાર, 15 સપ્ટેમ્બર 2009 (10:53 IST)
આતંકવાદીઓને નિશાન બનાવાના અભિયાનને તેજ કરતા એક અમેરિકી ડ્રોને મિસાઈલ ફેંકી જે તાલિબાનના છુપાવાના એક ઠેકાણે પડી જેનાથી બે વિદેશી આતંકવાદીઓ સહિત આઠ મૃત્યુ પામ્યાં જ્યારે પાકિસ્તાનના અશાંત પશ્વિમોત્તર સીમાંત પ્રાંતમાં 159 વિદ્રોહીઓએ આત્મસમર્પણ કરી દીધું.

ટીવી ચેનલોની રિપોર્ટ અનુસાર ડ્રોને ઉત્તરી વજીરિસ્તાન એજન્સીના તૂરીખેલ ગામમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાનના છુપાવાના એક ઠેકાણા પર મિસાઈલો છોડી.

સમાચાર અનુસાર મૃત્યુ પામેલા આતંકવાદીઓમાં બે વિદેશી હતાં. પાકિસ્તાની અધિકારી અલ-કાયદાના આતંકીઓને વિદેશી કહે છે. ડ્રોન હુમલામાં તેજી એ સમયે આવી જ્યારે સેનાએ સ્વાત ઘાટી અને નજીકના ડીરમાં તાલિબાન પર દબાણ કાયમ કરીને રાખ્યું છે. ડીરમાં 159 આતંકવાદીઓએ સુરક્ષા ટુકડી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું.

વેબદુનિયા પર વાંચો