પાક. આતંકવાદીઓ માટે સ્વર્ગ-ઓબામા

વેબ દુનિયા

શુક્રવાર, 27 માર્ચ 2009 (19:38 IST)
ઓબામાનાં સત્તા પર આવતાં સંઘર્ષ પૂર્ણ થશે તેમ લાગતું હતું. પણ ઓબામાએ શુક્રવારે નવી રણનીતિ જાહેર કરી છે. જે અંતર્ગત અફઘાનિસ્તાનમાં વધુ અમેરિકન સેના મોકલાશે તેમ લાગે છે.

અમેરિકાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેલાં આતંકવાદીઓ વિરૂધ્ધ પોતાની રણનીતિમાં ખૂબ મોટો બદલાવ લાવ્યો છે. વોશિગ્ટનમાં અમેરિકાનાં પ્રમુખ બરાક ઓબામાએ જાહેરાત કરી હતી કે તાલિબાન અને અલ કાયદા એકસાથે છે. તેમજ તેઓ અમેરિકા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં છે. આ ઉપરાંત બેનઝીરની હત્યા કરનાર આતંકવાદીઓ પણ અલકાયદાનાં હતા.

ઓબામાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આતંકવાદ વિરૂધ્ધની લડાઈ લાંબી ચાલશે. લાદેન અને અલ જવાહિરી પાકિસ્તાનમાં છે. તેમણે પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સ્વર્ગ જણાવ્યું હતું. તેમજ તે પાકિસ્તાન માટે ખતરનાક છે. તેમજ અમેરિકા અને બીજા દેશો પર આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ સાથે અમેરિકા અફઘાનિસ્તાનમાં આવનારા સમયમાં વધુ 4000 સૈનિકો મોકલશે. ઓબામાએ જણાવ્યું હતું કે આતંકવાદ સામે અમેરિકાએ ખૂબ મોટી કુરબાની આપી છે. તે કુરબાનીને વેડફાશે નહીં. અને, અફઘાનિસ્તાનનું યુદ્ધ નિર્ણાયક તબક્કામાં હોવાથી જલ્દીથી વધુ સૈનિકો મોકલીને સ્થિતિને અમેરિકાની તરફેણમાં કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો