પાકિસ્તાન સંસદ ભવનની પાસે પહોંચ્યા સરકાર વિરોધી ઈમરાનના સમર્થક

બુધવાર, 20 ઑગસ્ટ 2014 (10:35 IST)
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના રાજીનામાની માંગણી સાથે ધરણા પર પાકિસ્તાન તેહરીક-એ-ઈંસાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાન બેઠા છે. આ ધરણા પ્રદર્શન બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. જો આ દરમિયાન નવાઝ શરીફ રાજીનામુ નહી આપે તો પીએમ નિવાસ સ્થાન તરફ તેઓ કૂચ કરશે. 
 
ઈમરાન ખાને ઈસ્લામાબદના રેડ ઝોન સુધી માર્ચ કરવાની જાહેરાત અગાઉથી જ કરી દીધી છે. જેને પગલે સરકારે મંગળવારે રેડ ઝોનની સુરક્ષા સેનાને સોંપી દીધી છે. નોંધનીય છે કે રેડ ઝોનમા& સુપ્રીમ કોર્ટ સંસદ ભવન તેમજ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના કાર્યાલય આવેલા છે. 
 
જો કે નવાઝ શરીફ સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તેમણે કોઈ રાજકીય પાર્ટીની સામે સેનાને બોલાવી નથી. પરંતુ રેડ ઝોનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે. રેડ ઝોનની સુરક્ષા સરકારની આંતરરાષ્ટ્રીય જવાબદારી છે. જે તેને પુરી કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે યોજાયેલી એક રેલીમાં પીટીઆઈ પ્રમુખ ઈમરાને કહ્યુ હતુ કે દુનિયા પાકિસ્તાનની જનતાની શક્તિ જોશે. તેમણે કહ્યુ કે માર્ચ કોઈ પણ કિમંતે થશે અને દરેક સુરક્ષાને તોડીન આગળ વધશે.  ઉલ્લેખનીય છે કે પીટીઆઈના નેતા ઈમરાન વડાપ્રધાન નવાઝ શરીફના રાજીનામા સહિત ચૂંટણીની માંગની કરી રહ્યા છે. 
 
છ દિવસથી પ્રદર્શન કરી રહેલા પાકિસ્તાની વિપક્ષના નેતા ઈમરાન ખાન અને ધર્મગુરૂ તાહિર ઉલ કાદરીએ પોતાના હજારો સમર્થકની સાથે સુરક્ષા બંદોબસ્તવાળા રેડ ઝોનમાં ઘૂસી ગયા હતા. જ્યા ઈમરાને કહ્યુ હતુ કે જો ત્યાર સુધી નવાજ શરીફ રાજીનામુ નહી આપે તો તેમના સમર્થકો પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસી જશે.  કાદરી અનેક શાળાઓ અને ધર્માર્થ સંસ્થાઓ ચલાવે છે. ખાન અને કાદરી બંને ઈચ્છે છે કે નવાઝ શરીફ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપો.  ખાને આરોપ લગાવ્યો છે કે નવાઝે અગાઉના ચૂંટણીમાં હેરાફેરી કરી છે.  જ્યારે કે કાદરીએ આરોપ લગાવ્યો છે કે શરીફ ખૂબ જ ભ્રષ્ટ છે.  
 
ઈમરાન ખાને પોતાના સમર્થકોએ સંબોધિત કરતા કહ્યુ હતુ જો કોઈ પ્રકારની હિંસા થાય છે તો તે માટે પ્રધાનમંત્રી જવાબદાર રહેશે. ખાસ વાત એ છે કે ઈમરાનની મહિલા સમર્થક પોતાની સાથે ગુલાબની પાંખડીઓ લઈને ચાલી રહી છે અને હથિયારબંધ સુરક્ષા કર્મચારીઓ પર વરસાવી રહી છે. પણ ઈમરાને પોતાના ભાષણમાં કહ્યુ જો પોલીસ અમને રોકવાનો પ્રયત્ન કરે છે  અને કોઈ પ્રકારની હિંસા થાય છે તો નવાઝ હુ તમને માફ નહી કરુ. હુ આવીશ અને તમને જેલમાં બંધ કરી દઈશ. 
 
પોલીસનુ માનવુ છે કે ઈમરાન ખાન અને કાદરીના લગભગ 55 હજાર સમર્થક છે. પણ બધાએ પાર્લામેંટ તરફ કૂચ નથી કરી. ઈમરાના ખાનના મોટાભાગના સમર્થક યુવા છે. જ્યારે કે કાદરીના સમર્થક વધુ અનુશાસિત લાગી રહ્યા છે. બધા લોકો પાસે દંડા છે અને સાથે જ યુવા લોકોએ ચશ્મા લગાવી રાખ્યા છે. જેથી અશ્રુ ગેસનો સામનો કરી શકે. 

વેબદુનિયા પર વાંચો