પાકિસ્તાન રક્ષા બજેટ ઘટાડશે

ભાષા

શુક્રવાર, 24 ઑક્ટોબર 2008 (17:42 IST)
આઈએમએફ પાસેથી આર્થિક મદદ લેવા માટે પાકિસ્તાન તેનાં રક્ષા બજેટમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. જેમાં આગામી ચાર વર્ષમાં રક્ષા બજેટમાં 30 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખુબ જ કંગાળ છે. તે સ્થિતિમાં તેને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી વિશેષ પેકેજની માંગ કરી છે. પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા ભંડારમાં ભારે અસતુંલન જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનને આઈએમએફ 9.6 અરબ ડોલરની મદદ કરશે.

એક અખબારનાં જણાવ્યા મુજબ આ મદદ લેવાનાં બદલામાં પાકિસ્તાને આઈએમએફની કડક શર્તોનું પાલન કરવું પડશે.

વેબદુનિયા પર વાંચો