પાકિસ્તાન આતંકવાદને નાથે : બુશ

મંગળવાર, 29 જુલાઈ 2008 (12:41 IST)
અમેરિકાએ પાકિસ્તનને કહ્યું છે કે, તેની જમીન પરથી સંચાલિત આતંકવાદી જૂથો પર નિયંત્રણ લાવે. તેણે એમ પણ જણાવ્યું છે કે, વોશીંગ્ટન અફઘાનિસ્તાનમાં લોકશાહીની ઈચ્છાને પૂર્ણ કરવા કટિબદ્ધ છે.

વ્હાઈટ હાઉસમાં બેઠક દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે ગઈકાલે અમેરિકાની યાત્રા પર આવેલા પાકિસ્તાનનાં વડાપ્રધાન યુસુફ રજા ગિલાનીને કહ્યું હતું કે, પાક. સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે પાક. અફઘાન સરહદને જેટલી બની શકે સુરક્ષિત બનાવે. બુશે ગિલાનેને કહ્યું હતું કે, અમેરિકા અફઘાનમાં લોકશાહીની સફળતા માટે મદદ કરવા પ્રતિબદ્ધ છે જે પાકિસ્તાનનાં હિતમાં છે.

બેઠક બાદ બુશે પત્રકારોને જણાવ્યું હતું કે, સહિયારા જોખમ તથા અફઘાનિસ્તાન સરહદને સુરક્ષિત બનાવવા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તથા પાકે. આતંકવાદ પર કાબૂ મેળવવા કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

પોતાની પ્રથમ અમેરિકા યાત્રા દરમિયાન પાક. વડાપ્રધાન ગિલાનીએ આતંકવાદ વિરૂદ્ધ લડાઈ માટે સંકલ્પ વ્યક્ત કર્યો અને કહ્યું કે ઉત્તર વિસ્તારો તથા સંઘ શાતિ કબાયલી ક્ષેત્રો સહિત મોટી સંખ્યામાં લોકો શાંતો ઈચ્છે છે.

વેબદુનિયા પર વાંચો