પાકિસ્તાની સરકારે વધુ ન્યાયાધીશોને બહાલ કર્યા

ભાષા

રવિવાર, 31 ઑગસ્ટ 2008 (17:37 IST)
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ન્યાયાધીશોને બહાલ કરવાની માંગ ઝરદારી સરકાર ધીમે ધીમે પુરી કરી રહ્યું છે. જેમાં સરકારે વધુ 4 ન્યાયાધીશોની ફરીથી નિમણુંક કરી છે.

લાહોર હાઈકોર્ટમાં ફરજ પરનાં ન્યાયાધીશોએ મુશર્રફે તેના શાસનમાં બરખાસ્ત કરી દીધા હતાં. મુશર્રફનો આરોપ હતો કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. ત્યારબાદ નવાઝ શરીફે બરખાસ્ત ન્યાયાધીશોને પાછા લેવાની શરતે ઝરદારીની પીપીપી સરકારને ટેકો આપ્યો હતો.

મુશર્રફે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ ત્યારે ન્યાયાધીશોની નિમણુંક કરવાની સંભાવના લાગતી હતી. પણ ઝરદારીએ તે માંગ તરફ ખાસ ધ્યાન ન આપ્યું. અને, નવાઝ શરીફે કેન્દ્ર સરકારને પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

તો પીપીપી દ્વારા પણ લાહોર હાઈકોર્ટમાંથી બરખાસ્ત કરાયેલા 60 જેટલાં ન્યાયાધીશો પૈકી 36 ન્યાયાધીશોને ફરીથી નિમણુંક કરવામાં આવી છે. તો નવાઝ શરીફની પાર્ટીનો આરોપ છે કે પીપીપી પોતાની પસંદગીવાળા અને તેમનાં પક્ષ રહી શકે તેવા ન્યાયાધીશોની જ બહાલી કરે છે. હજી 24 ન્યાયાધીશોની નિમણુંક બાકી છે.

વેબદુનિયા પર વાંચો