પાકિસ્તાનમાં 10ના મોત

ભાષા

બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (09:40 IST)
પાકિસ્તાનની સેનાએ અફઘાનિસ્તાનની સીમાની પાસે અશાંત પશ્ચિમોત્તર કબાઈલી ક્ષેત્રમાં આજે તાલિબાનના છ ઉગ્રવાદીઓને ઠાર કરાયા હતાં, જ્યારે ઉગ્રવાદીઓના રોકેટ હુમલામાં ચાર નાગરિકોના મોત થયા હતાં.

સ્થાનિય પ્રશાસન અધિકારી ફારૂક ખાને કહ્યુ કે પાકિસ્તાની સેનાના લડાકૂ હેલિકોપ્ટરે બાજૌર કબાઈલી જિલ્લામાં મુખ્ય ખાર કસ્બામાં બોમ્બ નાખ્યા હતાં. જેમાં છ ઉગ્રવાદીઓના મોત થયા હતાં.

જોકે ઉગ્રવાદીઓના હુમલામાં એક સ્કૂલ પર રોકેટ પડવાના કારણે એક મહિલા અને ત્રણ પુરુષના મોત થયા હતાં અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતાં.

વેબદુનિયા પર વાંચો