પાકિસ્તાનમાં નથી સંતાયો લાદેન

ભાષા

શુક્રવાર, 31 જુલાઈ 2009 (12:36 IST)
પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે, એ વાતના કોઈ પૂરાવા નથી કે, આતંકવાદી સંગઠન અલ કાયદા સરગના ઓસાબા બિન લાદેન પાકિસ્તાનમાં છુપાયેલો છે.

પાકિસ્તાનના સૂચનામંત્રી ઉમર જમાન કાયરાએ અમેરિકી આરોપોનું ખંડન કરતાં કહ્યું કે, અલ કાયદા અને તાલિબાન પાકિસ્તાન માટે ખતરો છે.

બન્ને સંગઠનોથી જોડાયેલા આતંકીઓએ અમારા સુરક્ષા બળો પર હુમલો કર્યો, નિર્દોષ આમ નાગરિકોની હત્યા કરી અને અમારા નેતાઓને નિશાન બનાવ્યાં. એટલા માટે પોતાના હિત માટે અમે આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડી રહ્યાં છીએ.

વક્તવ્યમાં દાવો કરવામાં આવ્યો છે કે, એ વાતના કોઈ પૂરાવા નથી કે, ઓસામા પાકિસ્તાનમાં છુપાયેલો છે અને જો આ આરોપ લાગે છે કે, ઓસામા પાકિસ્તાનમાં છુપાયેલો છે તો તેના માટે ચોક્કસ પૂરાવા રજૂ કરવા જોઈએ.

વેબદુનિયા પર વાંચો