પાકિસ્તાનમાં આકાશમાંથી વરસી આફત, 151 લોકોના મોત

બુધવાર, 5 ઑગસ્ટ 2015 (12:36 IST)
પાકિસ્તાનમાં ચોમાસાના ભારે વરસાદને કારણે આવેલ વિનાશકારી પૂરમાં ઓછામાં ઓછા 151 લોકોના મોત થઈ ગયા અને દેશભરમાં આઠ લાખથી વધુ લોકો આનાથી પ્રભાવિત થયા છે. 
 
અધિકારીઓએ જણાવ્યુ કે નદીઓમાં જળ સ્તર વધવાને કારણે પાણીથી ઘેરાયેલ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા મહિને શરૂ થયેલ વરસાદ હજુ પણ દેશના વિવિધ ભાગમાં ચાલુ છે. 
 
નેશનલ ડિજાસ્ટર મેનેજમેંટ અથોરિટી મુજબ પ્રાંતમાં 77, પંજાબમાં 32 પાકિસ્તાનના નિયંત્રણવાળા કાશ્મીરમાં 22 બ્લૂચિસ્તાનમાં 13  અને ગિલગિત બાલ્ટિસ્તાનમાં સાત લોકોના મોત થઈ ગયા. 
 
વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 101 અન્ય લોકો ઘાયલ થઈ ગયા. સાથે જ ઓછામાં ઓછા 4517 મકાન ક્ષતિગ્રસ્ત થઈ ગયા. સેના અને સ્થાનીક એકમોના કર્મચારીઓએ અત્યાર સુધી 800,000 લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે. 
 
પાકિસ્તાન સરકારે 481 રાહત શિબિરો અને 150 ચિકિત્સા શિબિરોની સ્થાપના કરી છે. પાકિસ્તાનમાં ગયા વર્ષે ચોમાસા દરમિયાન લગભગ 400 લોકોનો જીવ ગયો હતો. જ્યારે કે હજારો એકર જમીનમાં ઉભો પાક પૂરમાં વહી ગયો હતો.  
 

વેબદુનિયા પર વાંચો