પાકનો નિર્ણય દેશ હિતમાં - અમેરિકા

વાર્તા

સોમવાર, 16 માર્ચ 2009 (12:49 IST)
પ્રધાનમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત બાદ નવાઝ શરીફે સરકારના વિરોધમાં રાજધાની ઇસ્લામાબાદમાં આયોજિત લોન્ગ માર્ચ સ્થગિત કરી છે તેમજ પાક સરકારે ન્યાયાધીશ ચૌધરીને પુનઃ સ્થાપિત કરવાના નિર્ણયને અમેરિકાએ દેશ હિતમાં ગણાવ્યો છે.

પાકિસ્તાનમાં ઉઠેલા રાજકીય સંકટથી અમેરિકા અને બ્રિટન સહિતના દેશો ચિંતિત હતા. એમને એ ભય હતો કે, જો પાકમાં સ્થિતિ વધુ બગડશે તો માથું ઉંચકી રહેલા અલકાયદા અને તાલીબાનો વધુ મજબૂત બનશે.

અમેરિકી દૂતાવાસ દ્વારા આ અંગે જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, દેશમાં રાજનીતિક અસ્થિરતા તથા અરાજકતાથી બચાવવા માટે લેવાયોલો નિર્ણય દેશના હિતમાં છે.

વેબદુનિયા પર વાંચો