ન્યૂઝીલેંડમાં 7.4 તીવ્રતાનો આંચકો

વાર્તા

રવિવાર, 30 સપ્ટેમ્બર 2007 (18:37 IST)
વેલિંગટન (વાર્તા) ન્યૂઝીલેંડના દક્ષિણમાં આકલેંડ દ્રીપ સમૂહ પર આજે ભૂકંપના જોરદાર ઝાટકા મહેસૂસ કર્યાં હતાં. રિકટર પ્રમાણે તેની તીવ્રતા 7.1 પર હતી.

ભૂકંપના કારણે જાનમાલને નુકશાનના સમાચાર નથી. પ્રસાશને સુનામીની આશંકાથી મનાઇ કરી હતી.

સરકારી એજન્સી જીએનએસ સાઇસના અધિકારી વાર્મિક સ્મિથે કહ્યું હતું કે ભૂકંપના જટકા ભારતીય સમય અનુસાર દસ વાગ્યાને 54 મિનિટ પર આવ્યાં હતાં. તેમને કહ્યું હતું કે શરૂઆત સુનામીની ચિંતા વ્યકત કરી હતી પરંતુ હાલમાં તેની કોઇ સંભાવના જોવા મળતી નથી.

ભૂકંપની તીવ્રતાને લઇને વિરોધાભાસી તથ્ય સામે આવ્યાં હતાં. જાપાનના મોસમ વિભાગે ભૂકંપની તીવ્રતા 7.4 વ્યકત કરી હતી ત્યાં ઓસ્ટ્રેલિયાઇ ભૂગર્ભ વિભાગના અનુસાર તેની તીવ્રતા 7.6 બતાવી હતી.

વેબદુનિયા પર વાંચો