નેપાળ સરકી રહ્યું છે ચીન તરફ

ભાષા

રવિવાર, 11 જાન્યુઆરી 2009 (13:58 IST)
શુ ચીન માઓવાદીઓ સત્તામાં હોવાને કારણે નેપાળની સેના ઉપર પોતાનું પ્રભુત્વ વધારવા ઇચ્છે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચીની સેનાના ઉચ્ચ અધિકારીઓએ નેપાળની લીધેલી મુલાકાતો આ મુદ્દે ઘણું બધુ કહી જાય છે. સુત્રોના જણાવ્યા મુજબ ચીની સેનાના વરિષ્ઠ અધિકારી અને કુટનીતિજ્ઞ તિબ્બત નેપાળ રાજમાર્ગથી નેપાળની યાત્રા કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, નેપાળી સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ માટે ચીની સૈન્ય સંસ્થાઓની મુલાકાત લઇ રહ્યા છે. આ બાબતોને ચીન દ્વારા નેપાળી સેના પર પ્રભુત્વ વધારવાના પ્રયાસના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો