નેપાળમાં પ્રધાનમંત્રી પર હુમલો

ભાષા

મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (14:54 IST)
રાજધાની કાઠમંડુ સ્થિત ત્રિભુવન વિશ્વ વિદ્યાલયમાં આયોજિત એક સમારોહમા નેપાળના માઓવાદી પ્રધાનમંત્રી પ્રચંડને જનઆક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું. વિદ્યાર્થીઓના સમુહે કાળા વાવટા સાથે પ્રચંડનો વિરોધ કર્યો હતો અને તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.

વિદ્યાર્થીઓ આ સમયે ઉશ્કેરાઇ ગયા કે જ્યારે સુરક્ષાકર્મીઓએ તેમણે પ્રધાનમંત્રીને એક આવેદન પત્ર આપતાં રોકવામાં આવ્યા. ત્યાર બાદ તેઓએ પથ્થરમારો કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ કહ્યું કે, આ હુમલામાં પ્રધાનમંત્રી પ્રચંડ બાલ બાલ બચી ગયા.

આ દરમિયાન નેપાળના વિપક્ષ પાર્ટીના યુવા શાખાએ આવતી કાલે 16 જિલ્લામાં માઓવાદી વિરોધી રેલ કાઢવાનું આયોજન કર્યું છે. પ્રદર્શનકારીઓએ સત્તારૂઢ પાર્ટીની તાનાશાહીનો વિરોધ કર્યો.

વેબદુનિયા પર વાંચો