નવા સર્વેક્ષણમાં ઓબામા આગળ

વાર્તા

શનિવાર, 25 ઑક્ટોબર 2008 (13:26 IST)
અમેરિકામાં તાજેતરમાં કરાયેલા સર્વેક્ષણ મુજબ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર બારાક ઓબામા રિપબ્લીકન ઉમેદવાર જોન મેક્કેનથી નવ અંકથી આગળ આગળ છે.

રાયટર સી સ્પેન અને જોગબી દ્વારા કરાયેલા તાજા સર્વેક્ષણ અનુસાર ઓબામાને અંદાજે 51 ટકા લોકોનું સમર્થન છે જ્યારે મૈક્કેનની લોકપ્રિયતા 42 ટકા છે. સર્વેક્ષણ એજન્સીએ પોતાના સર્વેક્ષણમાં 2.9 ટકા ભુલની સંભાવના પણ વ્યક્ત કરી છે.

સર્વેક્ષણમાં કહેવાયું છે કે, આર્થિક મંદીના કારણે મૈક્કેનની લોકપ્રિયતા ઘટી રહી છે અને હાલમાં તેમના નિવેદનોને કારણે લોકોનો રિપબ્લિકન પાર્ટી પ્રતિ વિશ્વાસ પરત આવ્યો છે. જોકે સર્વેક્ષણનું કહેવું છે કે, અમેરિકાના પ્રમુખ પદની દોડ એક તરફી નથી આગામી 4થી નવેમ્બરે સ્થિતિ બદલાઇ પણ શકે છે.

વેબદુનિયા પર વાંચો