ધાર્મિક હિંસા બાદ પાકમાં કરફ્યૂ

ભાષા

શનિવાર, 22 માર્ચ 2008 (10:51 IST)
પેશાવર. પ્રતિદ્વંદી મુસ્લીમ સંપ્રદાયોના સંઘર્ષ બાદ આજે પાકિસ્તાની અધિકારીઓએ પશ્ચિમોત્તર નગર હંકૂની અંદર કરફ્યૂ લગાવી દિધો છે.

અફઘાન સીમાની નજીક પહાડી નગર હંકૂમાં અલ્પસંખ્યક શિયા સમુદાય દ્વારા પારસી નવવર્ષ મહોત્સવ નવરોજ પર એક ઝંડો લહેરાવ્યા બાદ તેમની ગોળીબાર કર્યો હતો.

સ્થાનીક પોલીસ અધિકારી અકબર અલીએ જણાવ્યું હતુ કે પ્રતિદ્વંદી સુન્ની અને શિયા સમૂહ રાકેટ મોર્ટાર અને ગ્રેનેડ સહિત ભારે હથિયારનો ઉપયોગ કરી રહ્યાં છે. બે પોલીસ કર્મચારી સહિત 18 લોકો ઘયાલ થયાં છે અને ઘણાંની સ્થિતિ ગંભીર છે.

વેબદુનિયા પર વાંચો