દુબઈ રોડ અકસ્માતમાં 9 ભારતીય સહિત 13 શ્રમિકોના મોત

સોમવાર, 12 મે 2014 (09:45 IST)
. દુબઈમાં એશિયાઈ શ્રમિકોને લઈ જઈ રહેલ એક બસ એક ટ્રક સાથે અથડાઈ જેમા 9 ભારતીય સહિત 13 એશિયાઈ શ્રમિકોના મૃત્યુ પામ્યા. પોલીસે જણાવ્યુ કે ગઈકાલે આ બસ ઉભી રહેલ એક ટ્રક સાથે અથડાઈ જેમા ભારતીય અને બાંગ્લાદેશી સહિત 13 લોકોના ઘટનાસ્થળ પર મોત થઈ ગયા. ત્રીસ સીટોવાળી આ બસમાંથી 27 શ્રમિક જબલ અલીમાં પોતાના કાર્યસ્થળ પર જઈ રહ્યા હતા, એ દરમિયાન તે વ્યસ્ત માર્ગ એમિરેટેસ રોડ પર ટ્રકના પાછળા ભાગ સાથે અથડાઈ. ભારતના વાણિજ્ય મહાદૂતે જણાવ્યુ કે દુર્ઘટનામાં માર્યા ગયેલા બધા નવ ભારતીય બિહારના હતા. કેટલાક ઘાયલ ભારતીય અને બાંગ્લાદેશી શ્રમિકોને સારવાર માટે રાશિદ અને અલ બરાહા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભારત અને બાગ્લાદેશના વાણિજ્ય દૂતાવાસોના અધિકારીઓના પોસ્ટમોર્ટમ પછી શબને ભારત અને બાંગ્લાદેશ મોકલવાની આશા છે. 
 
ગલ્ફ ન્યૂઝ મુજબ સંબંધિત બસ અને ટ્રકની જપ્ત કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં માર્યા ગયેલાની ઓળખ દેવેન્દ્ર કુમાર યાદવ. કમલેશ કુમાર સિંહ,શત્રુધ્ન કુમાર સિંહ, કોકોલ ચૌધરી, કિશન શાહ, ધર્મેન્દ્ર સિંહ, વિજય ગુપ્તા, સિરાજ અંસારી, અને સંજય રામચંદ્રના રૂપમાં થઈ છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યુ કે  તે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓને વળતર અપાવવા માટે કંપની સાથે વાતચીત કરી રહ્યુ છે. દુબઈ પોલીસના બચાવ ઉપનિદેશક લેફ્ટિનેટ કર્નલ અહમદ અતીક બુર્કિવાહએ જણાવ્યુ કે આ દુર્ઘટનામાં બસ એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ કે પીડિતોને બહાર કાઢવા માટે બસને કાપવી પડી. 

વેબદુનિયા પર વાંચો