તાલીબાન-અલ કાયદાનાં ચાર લોકોને ફાંસી

વાર્તા

બુધવાર, 12 નવેમ્બર 2008 (18:53 IST)
અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં સંડોવાયેલા તાલીબાન અને અલ કાયદાનાં ચાર આતંકવાદીઓને ફાંસીની સજા આપવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ છે.

સ્થાનિક દૈનિકનાં જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ હામિદ કરજાઈએ આ આદેશ પર સહી કરીને ચારેય આરોપીઓને એક જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી.

ચાર પૈકીનાં ત્રણને ચાર વર્ષ પહેલાં એક મહિલા ચુંટણી અધિકારીની હત્યા અને વિવિધ જગ્યાએ આત્મઘાતી હુમલો કરવાની ઘટનામાં દોષી ઠેરવવામાં આવ્યા હતાં.

ગયા અઠવાડિયા થી અત્યાર સુધીમાં કુલ 9 લોકોને ફાંસીની સજા આપી દેવામાં આવી છે. તો હાઈકોર્ટનાં એક ન્યાયાધીશનાં જણાવ્યા મુજબ હજી 120 લોકોને મોતની સજા ફટકારવાની છે. જેની પર હામિદ કરજાઈની મંજુરી મળવાની બાકી છે.

વેબદુનિયા પર વાંચો