તાલિબાન કમાંડર મંસુરની ધમકી.. હજુ વધુ બાળકોને મારીશુ

શનિવાર, 20 ડિસેમ્બર 2014 (17:26 IST)
પેશાવર હુમલા પછી તાલિબાને પાકિસ્તાનમાં વધુ મોટા હુમલાની ધમકી આપી છે. તાલિબાનના કમાંડર ખલીફા ઉમર મંસુરનો નવો ઓડિયો સામે આવ્યો છે. જેમા ઉમર મંસૂરે પાકિસ્તાનમાં ફરીતેહે આવા હુમલાની ધમકી આપવામાં આવી છે. આ ઓડિયોમાં અવાજ તાલિબાનના કમાંડર ખલીફા ઉમર મંસુરે કરી છે. 
 
ઉમર મંસુરે કહ્યુ છે .. જો અમારી સ્ત્રીઓ અને બાળકો શહીદ થશે તો તમારા બાળકો પણ બિલકુલ સુરક્ષિત નહી રહે. અમે તમારી સાથે એ જ અંદાજમાં બદલો લઈશુ જેવો પેશાવરમાં કર્યો. 
 
ઉલ્લેખનીય છે કે પેશાવરના આર્મી શાળામાં 132 બાળકો સહિત 141 લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ હુમલા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યુ હતુ કે તેઓ તેમની ધરતી પરથી દરેક પ્રકારના આતંકનો ખાત્મો કરશે અને છેલ્લા 6 વર્ષથી ફાંસી પર લાગેલી રોકને હટાવી દેવામાં આવી.  એવુ કહેવાય છે કે બે આતંકવાદીઓએન ફાંસી આપવાની કાર્યવાહી પછી તાલિબાન ગુસ્સામાં છે.  
 

વેબદુનિયા પર વાંચો