તાલિબાનોની ધમકી,પાકને યુદ્ધમાં મદદ કરીશુ

વેબ દુનિયા

મંગળવાર, 23 ડિસેમ્બર 2008 (23:45 IST)
અફઘાનિસ્તાનમાં ત્રાસવાદી કૃત્યો ફેલાવનારને અમેરિકા અને નાટો સેના શોધી રહી છે તે તાલિબાનોએ હુન્કાર કર્યો છે કે જો ભારત અને પાકિસ્તાન સાથે યુદ્ધ છેડશે તો તાલીબાનો પાકિસ્તાનને પીઠબળ આપશે. તેમણે દાવો કર્યો હતો કે અમારા હજારો તાલિમબદ્ધ લડ્વૈયાઓ પાકિસ્તાન સેના સાથે રહીને યુદ્ધ લડવા તૈયાર છે.

અફઘાનિસ્તાન માટે બળવાખોર ગણાતા જુથ તહરીક-એ-તાલિબાનની પાકિસ્તાન પાંખના વડા બૈતુલ્લા મસુદે પાકિસ્તાનના એક દૈનિકને કોઈ અજાણ્યા સ્થળેથી ફોન આવ્યો હતો, અને ધમકી આપી હતી કે જો ભારત-પાકિસ્તાન યુદ્ધ થશે તો અમારા આત્મઘાતી લડ્વૈયાઓ વિસ્ફોટકો ભરેલા વાહનો સાથે અને શરીર પર બારૂદ લપેટીને પાકિસ્તાનની મદદે સરહદ પર આવી જઈશું.

વેબદુનિયા પર વાંચો