તાલિબાનની પેરિસ પર હુમલાની ધમકી

વાર્તા

મંગળવાર, 18 નવેમ્બર 2008 (13:11 IST)
તાલિબાને આજે એવી ધમકી આપી હતી કે જો અફઘાનિસ્તાનમાં ગોઠવવામાં આવેલી ફ્રાંસ સેના ઝલદી હટાવી લેવામાં ન આવી તો તે પેરિસ પર હુમલો કરી દેશે.

અહીના એક ટેલિવિઝન દ્વારા પ્રસાર કરવામાં આવેલ એક વીડિયો ફૂટેજમાં આવી ધમકી આપવામાં આવી હતી, વીડિયોમાં એવો દાવો કરવામાં આવેલ છે કે ઓગસ્ટ મહિનામાં એક હુમલામાં 10 ફ્રાંસીસી સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. પરંતુ એ જાણી શકાયુ નથી કે આ વીડિયો ક્યારે ઉતારવામાં આવ્યો છે.

ફ્રાંસીસી ટૂકડી પર હુમલો કરાવનાર તાલિબાની ટૂકડીના કમાંડર મુલ્લા ફારૂકે કહ્યુ હતું કે ફ્રાંસીસી સૈનિકોની હત્યાએ તાલિબાનનો ફ્રાંસને સંદેશ હતો, ફ્રાંસ જો તેનો અમલ નહી કરે તો તેના પડઘા પેરિસમાં પણ પડશે. વીડિયો ફૂટેઝમાં તાલિબાનનીઓએ ફ્રાંસીસી ટૂકડીના ઘણાબધા વાહનો પર પોતાનો હક જમાવતા બતાવ્યા છે.

વેબદુનિયા પર વાંચો