ડ્રોનનાં હુમલામાં 15નાં મોત

વાર્તા

સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (16:19 IST)
છેલ્લાં ચાર દિવસમાં બીજી વખત અમેરિકી માનવ રહિત ડ્રોન વિમાને કરેલાં હુમલામાં પાકિસ્તાનનનાં ખુર્રમ વિસ્તારમાં 15 લોકોનાં મોત થયા છે.

પાકિસ્તાનનાં ખુર્રમ વિસ્તારનાં તાલિબાનને ટારગેટ કરીને કરવામાં આવેલા હુમલો આતંકવાદીઓનાં અડ્ડાઓ પર કરવામાં આવ્યો હતો. આ હુમલો પ્રતિબંધિત તહરીક એ તાલિબાનનાં આતંકવાદીઓની બેઠક પર કરવામાં આવ્યો હતો.

અમેરિકી ડ્રોન વિમાનો દ્વારા વઝીરીસ્તાનનાં તાલિબાન અને અલ કાયદા વિસ્તારોમાં હુમલો કરતું હતું. પણ ખુર્રમ વિસ્તારમાં પ્રથમ વખત હુમલો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ખુર્રમ વિસ્તારમાં થયેલા શિયા અને સુન્ની વચ્ચેનાં સંઘર્ષ બાદ તાલિબાન આતંકવાદીઓ સુન્ની સમુદાયનાં સમર્થનનમાં આગળ આવ્યા છે. ત્યારથી સ્થિતિ બગડી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં દક્ષિણ વઝીરીસ્તાનનમાં કરવામાં આવેલા ડ્રોનનાં હુમલામાં 32 લોકોનાં મોત થયા હતા.

વેબદુનિયા પર વાંચો