ડો.સિંહ અને ગિલાની વચ્ચે વાતચીત

વાર્તા

ગુરુવાર, 16 જુલાઈ 2009 (15:26 IST)
ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચે મંગળવારે અહીં થયેલી લાંબી ચર્ચા થઇ હતી. જોકે કોઇ તાર્કિક પરિણામ ન આવતાં બંને દેશોના પ્રધાનમંત્રીઓ મનમોહનસિંહ અને યૂસુફ ગિલાની વચ્ચે આજે અહીં એક બેઠક શરૂ થઇ છે. જેમાં આતંકવાદ ઉપર ભાર મુકવામાં આવશે.

જુથ નિરપેક્ષ દેશાનો સંગઠનના 15મા શિખર સંમેલન દરમિયાન અલગથી થઇ રહેલી આ બેઠક પહેલા ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, પાકિસ્તાનને મુંબઇ હુમલાના ગુનેગારોને જેલના સળીયા પાછળ મોકલવા તથા એની જમીન ઉપર ચાલી રહેલા આતંકવાદના નેટવર્કને નેસ્તનાબુદ કરવા માટે કડક કાર્યવાહી કરવી જોઇએ.

પાકિસ્તાનના વિદેશ સચિવ બશીર સાથે વાર્તાલાપ કરનાર વિદેશ સચિવ શિવશંકર મેનને જોકે આ વાતનો ઇન્કાર કર્યો હતો કે બંને દેશોના સંબંધમાં ગતિરોધ ઉભા થયા છે. તેમણે વાતચીતમાં સમાવાયેલ ભારતીય વાર્તાકારોના અક્કડ વલણના આરોપને જુઠ્ઠો કરાર દેતાં કહ્યું હતું કે, અમે પાકિસ્તાનથી 2003થી વાતચીત કરી રહ્યા છીએ.

વેબદુનિયા પર વાંચો