ઝરદારી સાથે સમજૂતિ...ના...

ભાષા

રવિવાર, 31 ઑગસ્ટ 2008 (13:29 IST)
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એનનાં પ્રમુખ નવાઝ શરીફે પીપીપી સાથે કોઈ સમજૂતિ કરવાની સંભાવનાથી ઈન્કાર કર્યો છે. તેમણે વર્તમાન સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે પ્રજાની મુશ્કેલી દૂર કરવામાં નાકામ કરી છે. તેમજ હજી તેઓ બરખાસ્ત જજોને બહાલ કરવાની માંગ પર કાયમ છે.

શરીફે કહ્યું કે બરખાસ્ત જજોની પાછા ફરજ પર લેવામાં નિષ્ફળ એવાં ગઠબંધનમાંથી બહાર નીકળવા સિવાય તેમની પાસે કોઈ ઉપાય નહતો. પીએમએલ એનનાં ફેસલાની અસર પંજાબ પ્રાંતની સરકાર પર પડશે, તે પ્રશ્નનાં જવાબમાં શરીફે જણાવ્યું હતું કે તેમનું ધ્યેય કેન્દ્રની પીપીપી સરકારને પાડવાનો નથી. દેશહિતમાં પણ લોકતંત્રની રક્ષા કરવી જોઈએ, અને તેમાં દખલ કરનારી શક્તિઓને પણ દૂર રાખીશું.

હવે રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં પીપીપીનાં આસિફ અલી ઝરદારી, પીએમએલ એનનાં સઈદ ઉજ જમાન સીદ્દીકી તથા પીએમએલ ક્યુનાં મુશાહિદ હુસૈન સઈદ છે. રવિવારે ઉમેદવારોનાં નામ પાછા લેવાનો છેલ્લો દિવસ છે.

વેબદુનિયા પર વાંચો