ઝરદારી બેનઝીરનાં ખાસ લોકને દૂર કરી રહ્યાં છે

ભાષા

રવિવાર, 31 ઑગસ્ટ 2008 (19:25 IST)
બેનઝીરની હત્યા બાદ પાર્ટીનાં સર્વેસર્વા બની ગયેલા આસીફ ઝરદારી હવે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. અને, તેના માટે તે બેનઝીરનાં ભરોસેમંદ એવા સાંસદોને એક પછી એક હટાવી રહ્યાં છે.

ધ સન્ડે ટાઈમ્સનાં રીપોર્ટ મુજબ જે લોકો પર બેનઝીર નિર્ભર રહેતી હતી, તેવા નજીકનાં માણસોનું ઝરદારી દ્વારા અપમાન કરવામાં આવી રહ્યું છે. તેથી પાર્ટીનાં કટ્ટર સમર્થક નારાજ છે. અને, તેમને બેનઝીરની રાજનીતિક વિરાસતમાં વિશ્વાસઘાત થઈ રહ્યો હોય, તેમ લાગે છે.

ઝરદારીનાં ખાસ માણસો બેનઝીરનાં ભરોસેમંદ માણસો પર આરોપ લગાવે છે કે તેઓ બેનઝીરની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યાં. જેને કારણે બેનઝીરનું મોત થયું. તેમાં પણ નાહીદ ખાન જેવા જુના અને મહત્ત્વનાં સાથી સૌથી વધુ નિશાના પર છે. બેનઝીરની હત્યા વખતે તેઓ છેલ્લે સુધી બેનઝીરની સાથે હતાં. રાષ્ટ્રપતિની ચુંટણી માટે પણ ઝરદારીએ નવા સલાહકારોની પસંદગી કરી છે.

વેબદુનિયા પર વાંચો