ઝરદારીએ સીઆઈએ પ્રમુખ સાથે ખાનગી મુલાકાત કરી

ભાષા

મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (11:48 IST)
પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ અમેરિકાની જાસુસી સંસ્થા સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન એજન્સીનાં પ્રમુખ માઈકલ હેડન સાથે ખાનગીમાં મુલાકાત કરી હતી.

ન્યુયોર્ક ટાઈમ્સનાં અહેવાલ મુજબ આ મુલાકાતમાં થયેલી વાતચીત અંગે કોઈ વિગત પ્રાપ્ત થઈ નથી. પણ ઝરદારીએ પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈનાં ત્રણ ઉચ્ચ અધિકારીઓની બદલી કરી નાંખી છે.

ઝરદારીએ કહ્યું હતું કે પાકિસ્તાનની નવી સરકાર તાલીબાન વિદ્રોહીઓનો મુકાબલો કરશે, જેથી તેનાં કબજામાંથી દેશને આઝાદ કરી શકાય.

વેબદુનિયા પર વાંચો