જ્વાળામુખી : લાવા નિકળવાથી રાખમાં ઘટાડો

ભાષા

મંગળવાર, 20 એપ્રિલ 2010 (17:06 IST)
આઇસલેન્ડના જ્વાળામુખીમાં થયેલા વિસ્ફોટ એક નવા ચરણમાં પહોંચીને ઓછો ધુમાડો ફેંકવા લાગ્યો છે પરંતુ તેમાં લાવા ભડકી રહ્યાં છે. હવે આ ઓગડેલી શિલાઓના ટુકડા ફેકી રહ્યો છે.

ઓછી માત્રામાં રખ્યાનું નિકળવું ફસાયેલા યાત્રીઓ માટે સંભવત: એક સારા સમાચાર હોય શકે છે પરંતુ આ જ્વાળામુખીની દેખરેખ કરી રહેલા વૈજ્ઞાનિકોને સાવચેત કરવામાં આવ્યાં છે કે, જ્વાળામુખીથી રખ્યા નિકળવાની પ્રક્રિયા ખત્મ થઈ ગઈ છે. કદાચ નજીક સ્થિત અન્ય જ્વાળામુખીઓમાં પણ વિસ્ફોટ થઈ શકે છે.

આઇસલેન્ડના ભૂગર્ભ વિજ્ઞાનીકોએ જણાવ્યું કે, એઈજાફજલ્લાજોકુલ્લ જ્વાલામુખીમાં પ્રથમ વખત સળગતા મેગ્માને જોવામાં આવ્યાં. જો કે, લાવો પર્વતથી નીચે આવી રહ્યો નથી.

વેબદુનિયા પર વાંચો