જાપાનમાં ફ્લુને કારણે 4000 શાળા બંધ

વાર્તા

મંગળવાર, 19 મે 2009 (14:04 IST)
જાપાનમાં સ્વાઈન ફ્લુનો ફેલાવો અટકાવવા માટે 4000થી વધુ શાળાઓ અને કિંડર ગાર્ડન બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યારસુધીમાં સ્વાઈન ફ્લુનાં 163 કેસ સામે આવ્યા છે.

જાપાનનાં શિક્ષા મંત્રાલયનાં એક અધિકારીનાં જણાવ્યા મુજબ મધ્ય હોન્સુ ટાપુની 4043 શાળાઓ અને કિંડર શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

આ અગાઉ ટોક્યોમાં પણ 2000 શાળાઓને બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. પણ સ્વાઈન ફ્લુનાં પ્રસારમાં ઘટાડો થવાથી તે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો