જરદારી-ગિલાનીના સંબંધોમાં ખટાશ

ભાષા

બુધવાર, 31 ડિસેમ્બર 2008 (10:51 IST)
પાકિસ્તાનના બે ટોચના નેતાઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ ઉભી થઇ હોવાના સમાચાર છે. પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ સરકારના રોજના કામકાજમાં રાષ્ટ્રપ્તિ આસિફ અલી જરદારીની વધતી દખલગીરી પર વાંધો ઉઠાવ્યો છે.

સમાચાર-પત્ર 'ધ ન્યૂઝ' મુંજબ સરકારના રોજના કામકાજમાં રાષ્ટ્રપતિની વધતી દખલગીરીથી ગિલાનીના ધૈર્યનો બાંધ તૂટી રહ્યો છે. જાણકારોના મત મુજબ પ્રધાનમંત્રી વિદ્રોહી વલણ અપનાવવાના મૂડમાં છે અને વાસ્તવિક પ્રમુખના રૂપે સરકારને ચલાવવા માંગે છે.

છાપાએ આ સંબંધે હાલ જ એક બાબતનો ઉલ્લેખ કર્યો છે, જેના ગિલાનીએ બ્રિટનના પ્રધાનમંત્રી ગોર્ડન બ્રાઉનની પાકિસ્તાન યાત્રા દરમિયાન તેમની સાથે જરદારીના સંયુક્ત સંવાદદાતા સંમેલનને લઈને કથિત રીતે કડક વિરોધ બતાવ્યો હતો. ગિલાનીના મુજબ પ્રોટોકાલ કહે છે કે આવા સંવાદદાતા સંમેલનને પ્રધાનમંત્રી દ્વારા જ સંબોધિત કરવુજોઈએ.

પાક સરકારે મીડિયાના એ રિપોર્ટને દુર્ભાવનાપૂર્ણ અને આધારહિન બતાવ્યો છે જેમા કહેવામા આવ્યુ હતુ કે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી રાષ્ટ્રપતિના બધા અધિકાર પ્રધાનમંત્રીમાં સ્થાનાંતરિત કરી સકે છે અને પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીને ઉપદસ્થ કરી પોતે પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે.

વેબદુનિયા પર વાંચો