ચીનમાં 91 વેબસાઈટ પર પ્રતિબંધ

વાર્તા

સોમવાર, 12 જાન્યુઆરી 2009 (11:32 IST)
ચીન સરકારે ઈન્ટરનેટનું શુદ્ધિકરણ કરવા શરૂ કરેલા અભિયાન અંતર્ગત અત્યારસુધીમાં અશ્લીલ સામગ્રી આપનાર 91 વેબસાઈટ અને રાજકીય બ્લોગને બંધ કરી દીધી છે.

સરકારી વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આઠ જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. તો રાજકીય બ્લોગ પોર્ટલ બુલોગ.સીએનને શુક્રવારે બંધ કરી દેવામાં આવ્યું છે. જેમાં કેટલાય જાણીતા બ્લોગને બંધ કરી દેવાયા છે.

બ્લોગનાં સંસ્થાપક લુઓ યોંગહાઓએ વેબસાઈટ બંધ કરવાની વાતની પુષ્ટિ કરી છે. સરકારે રાજનૈતિક દુષ્પ્રચારનો હવાલો આપીને વેબસાઈટ બંધ કરી દીધી છે.

વેબદુનિયા પર વાંચો